ગુજરાત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે. આ પ્રોજેક્ટ 508 કિલોમીટર લાંબો છે. તેમાં ગુજરાત અને દાદરા નગર હવેલીમાં 352 કિલોમીટર અને મહારાષ્ટ્રમાં 156 કિલોમીટર વિસ્તાર આવરી લેવાયો છે.પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 317 કિલોમીટર વાયડક્ટ, 396 કિલોમીટર પિયર વર્ક અને 407 કિલોમીટર પિયર ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું છે.

337 કિલોમીટર ગર્ડર કાસ્ટિંગ પણ પૂર્ણ થઈ ગઈ છે. વલસાડ, નવસારી, વડોદરા, ખેડા અને સુરત જિલ્લામાં 17 નદીઓ પરના પુલનું નિર્માણ થઈ ચૂક્યું છે.ગુજરાતમાં 3,90,000 નોઇઝ બેરિયર સ્થાપિત કરવામાં આવ્યા છે. 198 કિલોમીટર ટ્રેક બેડનું કામ પૂર્ણ થયું છે. સુરત-બિલીમોરા વચ્ચે 1600 ઓવરહેડ ઇક્વિપમેન્ટ માસ્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સથી શીલફાટા સુધી 21 કિલોમીટર લાંબી ટનલનું કામ ચાલુ છે. તેમાંથી 4.5 કિલોમીટર ટનલ પૂર્ણ થઈ છે. પાલઘરમાં 7 પર્વતીય ટનલમાંથી 2 કિલોમીટરનું ખોદકામ પૂર્ણ થયું છે.પ્રોજેક્ટમાં કુલ 12 થીમ આધારિત સ્ટેશનો બનવાના છે. તેમાં અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને મુંબઈ સહિતના મુખ્ય શહેરોનો સમાવેશ થાય છે. ગુજરાતના તમામ 8 સ્ટેશનોનું સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થયું છે. હવે ઇન્ટિરિયર અને ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ 2025માં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.