ભરૂચ: ભરૂચ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં ગત રાત્રી દરમિયાન વીજળી સાથે વરસાદ પડયો હતો. ત્યાર બાદ ગુરુવારે બપોર થી જ વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં નેત્રંગ તાલુકામાં ફક્ત બે કલાકની અંદર બે ઇંચ જેટલો વરસાદ પડતા કિમ નદી, મધુમતી અને અમરાવતી ખાડી બે કાંઠે વહી હતી થઈ હતી. ઘાણીખૂટ પાસેની નદી પણ ઉફાને ચઢી હોય તેવું લાગી રહ્યું હતું. સાથે કેટલાક નાળાઓ પર પાણી ફરી વળતાં થોડા સમય માટે રસ્તા બંધ થયા હતા.

જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં 2 ઇંચ અને સૌથી ઓછો વરસાદ આમોદ અને હાંસોટ તાલુકામાં 3 મિમી પડયો હતો. આમ આઠ તાલુકામાં ચાર કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું.ભેજનું પ્રમાણ 66 થી 88 ટકા અને પવનની ગતિ 8 કિમી પ્રતિ કલાકની રહી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ વાદળ છાયું વાતાવરણ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.આઠ તાલુકામાં ચાર કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. વરસાદને ધ્યાને રાખીને ખેડૂતોએ ખેતરમાં વરસાદી પાણી ભરાઈ નહીં રહે તે માટે પાણી નિકાલની સુવિધા કરવા માટે સલાહ આપી છે.