ધરમપુર: અમુક વ્યક્તિઓને સરકારી બાબુઓ બની ગયા પછી ગરીબોની તકલીફો દેખાતી એ વાક્યને સાર્થકતા આપતા હોવાનો પુરાવો આપતા હોય એવી ઘટના ધરમપુરના નાની ઢોલ ડુંગરી ગામમાંથી સામે આવી છે. એક આદિવાસી પરિવારનું વરસાદમાં તૂટી પડે છે આ વાત તલાટીને ખબર થયાને ચાર દિવસ વીતી જાય છે પણ આ તલાટી કોઈ કાર્યવાહી કરતો નથી બોલો..
Decision News ને મળેલી જાણકારી મુજબ 24/08/2025 ના ધરમપુરના નાની ઢોલડુંગરી ગામના દાદરી ફળીયા ખાતે રહેતા તારાબેન કરસનભાઈ નું ઘર વરસાદ અને વાવાઝોડા ના કારણે આખુ તૂટી ગયેલ હોય હતું આ ઘટનાને લઈને ચાર દિવસ વીતી ગયા છતાં ગ્રામ પંચાયતના તલાટી દ્વારા એ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી રહી.જેને લઈને લોકોમાં ગુસ્સો છે.
આ બાબતની જાણ કલ્પેશ પટેલને થતાં તેમનું કહેવું હતું કે આજરોજ ગામના સ્થાનિક આગેવાન દ્વારા મને કરવામાં આવતા ધરમપુર ટીડીઓ શ્રી અને તલાટી કમ મંત્રીને જાણ કરવામાં આવી અને એમને વહેલી તકે સહાય આપવામાં આવેની વાત કરવામાં આવી જે બાબતે ધરમપુર TDO શ્રી એ પણ તાત્કાલિક ટીમ આજે મોકલી અને સર્વે કરાવી દેવામાં આવશે અને વહેલી તકે આ પરિવારને વળતર ચૂકવવામાં આવશેની વાત કરવામાં આવી છે











