દમણ: દમણ કોસ્ટગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે 8 તાલીમાર્થીઓએ 6 માસની કઠિન તાલીમ પૂર્ણ કરી છે. આ પ્રસંગે 28મો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. કોસ્ટગાર્ડના વેસ્ટ રિજનના આઈજી ભીષ્મ શર્માના અધ્યક્ષસ્થાને સમારોહ યોજાયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ સમારોહમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવા જવાનોએ પાસિંગ પરેડ કર્યા બાદ પ્રેક્ષકો સમક્ષ દિલધડક કરતબો રજૂ કર્યા હતા. ઉપસ્થિત લોકોએ કોસ્ટગાર્ડની ટીમમાં જોડાનાર તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાવ્યો હતો.

તાલીમાર્થીઓએ કઠિન તાલીમ પૂર્ણ કરી કોસ્ટગાર્ડની ટીમનો ભાગ બનવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા હવે આ તમામ પાસિંગ પાયલોટને દેશના વિવિધ રાજ્યોમાં પોસ્ટિંગ આપવામાં આવશે. વલસાડ જિલ્લાને અડીને આવેલા આ કોસ્ટગાર્ડ ટ્રેનિંગ સેન્ટરમાં નવા જવાનોની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.