ભરૂચ: ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCમાં આવેલ KLJ પેટ્રોપ્લાસ્ટ નામની કંપનીમાં ચોરીની ઘટના બનેલ તેમાં સંડોવાયેલ આરોપીઓને ઝઘડિયા GIDC પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જિલ્લામાં PSI પી.કે.રાઠોડે અ.હે.કો.હસમુખભાઇ અને ટીમ સાથે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન મળેલ માહિતીના આધારે પોલીસે સદર ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઝઘડિયા GIDC પોલીસે આ ગુના હેઠળ પાંચ આરોપીઓ; (1) ઉગનકુમાર જીરાલાલ ચૌધરી રહે.અંકલેશ્વર મુળ રહે.બિહાર,(2) કરણકુમાર ભુદન સાની હાલ રહે.દધેડા તા.ઝઘડિયા મુળ રહે.બિહાર, (3) બિટ્ટુકુમાર અખીલેશ રામ હાલ રહે.દધેડા તા.ઝઘડિયા મુળ રહે.બિહાર, (4) ગણેશકુમાર ભુસણ સાની હાલ રહે.દધેડા તા.ઝઘડિયા મુળ રહે.બિહાર તેમજ (5) વિકાસ સંતરામ ગુપ્તા છે.

Decision News ને મળતી માહિતી મુજબહાલ રહે.અંકલેશ્વર રાજપીપલા ચોકડી પાસે મુળ રહે. ઉત્તર પ્રદેશનાને ચોરાયેલ એલ્યુમિનિયમ રોલ નંગ એક તથા પતરા અને નાનીમોટી લોખંડની ગોળ પ્લેટ નંગ-15 કિંમત રૂપિયા 1,50,000/- તેમજ આ ગુનાના કામે વપરાયેલ બોલેરો પીકઅપ ગાડી આશરે કિંમત રૂપિયા 5,00000 મળી કુલ રૂપિયા 6,50,000/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.