ભરૂચ: ભરૂચમાં પોલીસ કર્મચારીઓને તણાવમુકત તથા તંદુરસ્ત રાખવા માટે રવિવારના રોજ સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ કર્મચારીઓ સતત ફરજ બજાવવાના કારણે માનસિક તાણનો અનુભવ કરતાં હોય છે

ત્યારે પોલીસ કર્મચારીઓની તણાવમુકત રાખવા તેમની તંદુરસ્તી ખૂબ જરૂરી છે. આ ઉપરાંત તેઓ એક દિવસ સાયકલનો ઉપયોગ કરે તો પર્યાવરણમાં ધુમાડાથી ફેલાતું પ્રદૂષણ અટકાવી શકાય તેમ છે. Decision News ને મળતી માહિતી મુજબ રવિવારના રોજ સાયકલ રેલી યોજવામાં આવી હતી.

સાયકલ રેલી પોલીસ હેડ ક્વાર્ટરથી પ્રારંભ થઈ પાંચબત્તી સુધી પહોંચી અને ત્યાંથી પરત હેડ ક્વાર્ટર ખાતે પૂર્ણ થઈ હતી.કાર્યક્રમ દરમિયાન પોલીસ જવાનો અને અધિકારીઓએ માત્ર સાયકલિંગ જ નહીં પરંતુ યોગા સત્ર તથા થંભા ડાન્સ દ્વારા ફિટનેસ અને મનોરંજનનો સંદેશ આપ્યો હતો.