ભરૂચ: ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઇવે-48 પર મોટા ખાડાઓ અને પુલોની નાજુક સ્થિતિ મામલે સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટ આગળ આવ્યા છે. તેમણે માર્ગ અને પરિવહન વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લેખિત રજૂઆત કરી છે.

નિકુંજ ભટ્ટના જણાવ્યા મુજબ, ભરૂચ જિલ્લાના માંચ ગામ નજીકનો પુલ અને વડોદરા જિલ્લાના પોર નજીકનો પુલ ખૂબ જ નબળી સ્થિતિમાં છે. આ ઉપરાંત જાંબુવા અને બામણગામ વિસ્તારમાં પણ રસ્તાઓની હાલત ખરાબ છે. આ માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને રોજની મુસાફરી દરમિયાન જીવના જોખમે અવરજવર કરવી પડે છે.

તેમણે રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, જો 15 દિવસની અંદર માર્ગ અને પુલોના સમારકામની કામગીરી શરૂ નહીં થાય તો તેઓ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી અથવા ગાંધીનગર સ્થિત NHAI કચેરી ખાતે પ્રતીક ઉપવાસ પર બેસશે. આ ચેતવણીથી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવે છે.