વલસાડ: વલસાડ તાલુકાના હિંગરાજમાં રહેતા ટંડેલ પરિવારની મહિલા તેની પુત્રી સાથે શ્રાવણ માસ નિમિત્તે તડકેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિરે દર્શન કરીને પરત ફરતી વખતે CB સ્કૂલ નજીક પહોંચતા મોપેડમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.

Decision Newsn ને મળેલી માહિતી મુજબ ગભરાયેલી મહિલાએ તરત જ મોપેડ રોકી દીકરીને નીચે ઉતારી લીધી. સ્થાનિક લોકોએ મદદ માટે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં વાયરના શોર્ટ સર્કિટને કારણે મોપેડમાંથી ધુમાડો નીકળ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.સ્થાનિક લોકોએ પાણીનો ઉપયોગ કરી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો.
પરંતુ આગ કાબૂમાં ન આવતા રસ્તા પરથી પસાર થતી ST બસના એક જાગૃત ચાલકે ફાયર એક્સટિંગ્વિશર વડે આગ પર કાબૂ મેળવ્યો હતો. મોપેડમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ સ્થાનિક લોકોની સજાગતા અને ST બસના ચાલકની ત્વરિત મદદથી મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી.