નાની દમણ: નાની દમણ દુનેઠા મુખ્ય માર્ગ પર સ્કૂલથી ઘરે જતી વખતે બાળકીનું અકસ્માતના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બાળકી બસથી ઉતરતી વખતે પડી ગઈ અને પાછળના ટાયરમાં આવી જતા બાળકીનું મૃત્યુ થયું હતું. જો બસમાં કંડક્ટર હોત તો બાળકીનો જીવ કદાચ બચાવી શકાત.સ્કૂલ સંચાલકો જેતે વિસ્તારમાં સ્કૂલ ચલાવતા હોઇ તે વિસ્તારના નેતા અથવા તો નામચીન વ્યક્તિ સાથે પોતાના સંબંધ સાચવવા માટે સ્કૂલથી કમાણીનો જરિયો આપે છે, જેમાંથી મુખ્ય કમાણી બસ ચાલવાથી થતી હોઈ છે.

કોઈપણ ચકાસણી કર્યા વિના સ્કૂલ સંચાલકો બસ, ઈકો અને મારુતિ વેનનો કોન્ટ્રાક્ટ તેવા વ્યક્તિને આપી દેવામાં આવે છે.સ્કૂલમાં વર્દી મારતા બસ, ઈકો અને વેન સંચાલકો નીતિ નિયોમોને આંગળીના ટેરવે મૂકી બેધડક વર્દી મારતા રહે છે. વાહનનો નાતો ફિટનેસ હોઈ છે, નાતો યોગ્ય દસ્તાવેજ હોઈ છે. અને નાતો સ્કૂલ બસ માટે નિર્ધારિત કરેલા નિયમો અનુસાર બાળકોના સુરક્ષાની વ્યવસ્થા હોઈ છે.વાહનોના સીટિંગ કેપેસિટી કરતા વધુ સ્કૂલના બાળકોને બેસાડી જલ્દી જલ્દી ફેરા પુરા કરવા ફૂલ ઝડપે વાહનો હંકારી સ્કૂલના બાળકોના જીવ સાથે ખિલવાડ કરવું વાહન સંચાલકો માટે આમ વાત થઇ ગઈ છે.

થોડાક પૈસા બચવા માટે બસ સંચાલકો બસમાં કંડક્ટર નથી મુક્તા.મોટી વાત તો એ છે કે સ્કૂલ સંચાલકો તો વાહનો પર ધ્યાન નથી આપતા પરંતુ દમણ આરટીઓ વિભાગ કે દમણ પોલિસના ટ્રાફિક વિભાગ પણ આવા બસ સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરતી નથી. નિર્દોષ બાળકીનું મૃત્યુ થયા બાદ પણ દમણમાં સ્કૂલ સંચાલકો અને વહીવટી તંત્રની આંખ ખુલતી નથી.વાત્સલ્ય સ્કૂલમાં ભણતી બાળકીના મૃત્યુની ઘટના બાદ બાળકોનો માતાપિતા વહીવટીતંત્રને યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પરંતુ તંત્રના આંખ બંધ હોવાથી બસ સંચાલકો નિયમોનું પાલન કર્યા વિના સ્કૂલમાં ભણતા બાળકોના જીવન સાથે સટ્ટો રમે છે. પ્રશાસન સમય રહેતા કડક કાર્યવાહી કરે તે જરૂરી છે