નવસારી: હાલમાં APKથી થતા ફ્રોડ બહુ વધી રહ્યા છે. PM KISAN.APK, YONO SBI.APK, YES BANK.APK, RTO CHALLAN.APK જેવી ફ્રોડ ફાઈલ કોઇ એકના મોબાઇલમાં ઇન્સ્ટોલ થઇ જાય તો તેમનું વોટ્સ-એપ હેક થઇ જાય છે અને તેમાંથી તેઓના તમામ કોન્ટેક્ટ અને વોટ્સ-એપ ગ્રુપોમાં તે APK ફોરવર્ડ થઇ જાય છે
આ સિલસિલો ચાલતો રહે છે અને ઘણા લોકો આનો ભોગ બને છે. જેને લઇ નવસારી સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા કેવી રીતે બચી શકાય અને કયા ફરિયાદ કરવી તે અંગે માહિતી આપવામાં આવી છે. નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમ પાસે દર માસે 500થી વધુ અરજી આવી રહી છે. સાયબર ક્રાઇમની ટીમ લોકોને સાવચેત રાખવા તમામ પ્રયાસ કરી રહી છે.
APK ઇન્સ્ટોલ થઇ જાય તો શું કરવું?
- અસરગ્રસ્ત ફોનને તરત ફ્લાઈટ મોડ પર કરી સીમ કાર્ડ કાઢી નાંખો.
 - સીમકાર્ડને બીજા સુરક્ષિત ફોનમાં નાંખો.
 - આ સુરક્ષિત ફોનનો ઉપયોગ કરીને નેટ બેંકિગ અને અન્ય મહત્વપૂર્ણ પાસવર્ડ તરત જ બદલો.
 - એકવાર નવા ફોનમાં બેંક અકાઉન્ટનો એક્સેસ મળી જાય પછી, તમારા બેંક અકાઉન્ટમાંથી પૈસા કપાયા હોય તો તેની વિગતો નોંધી લો.
 - સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરી અથવા www.cybercrime.gov.in પર જઇ તમારી કમ્પ્લેન રજિસ્ટર કરો
 - તમારી બેંકને તાત્કાલિક જાણ કરી તમારું ખાતું ફ્રીઝ અથવા સુરક્ષિત કરાવો.
 

            
		








