આણંદ: આણંદ કોંગ્રેસ નેતાની જાહેરમાં હત્યાથી ચકચાર મચી ગઇ છે. મોર્નિંગ વોક પર નીકળેલા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાને પેટમાં છરીઓ મારી હુમલાખોર ફરાર થયા હતા. બાકરોલ તળાવ પાસેથી લાશ મળી આવી છે.
DECISION NEWS ને પ્રાપ્ત માહિતી મુજબ, આણંદના બાકરોલમાં પૂર્વ કાઉન્સેિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલોની કરપીણ હત્યા કરવામાં આવી છે. આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ ઉર્ફે બાલાની હત્યાથી ચકચાર મચી ગઈ છે. બાકરોલ તળાવના વોક વે પર ઈકબાલ મલેકની કરપીણ હત્યા કરવામાં આવી છે. તેઓ સવારે ચાલવા માટે ગયા હતા ત્યારે આ હત્યાની ઘટના બની હતી.
ઇકબાલ મલેકને પેટમાં ધારદાર હથિયારના ઘા ઝીંકી નિર્દયી રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. હત્યા એટલી અરેરાટીભરી હતી કે, પેટના આંતરડા પણ બહાર આવી ગયા હતી. અજાણ્યા હત્યારાઓ હત્યા કર્યા ફરાર થયા છે. માહિતી મળતા જ વલ્લભ વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં એકથી વધુ હત્યારાઓએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોય તેવુ લાગ્યું છે. જોકે, હત્યા પાછળનું કારણ અકબંધ છે.

