નવસારી: વેસ્મા ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે 48 પર એકસાથે ચાર વાહનો અથડાયા હતા. જોકે સદનસીબે અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ વેસ્મા ઓવરબ્રિજ પર રાત્રિના સમયે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ પર બ્રેકડાઉન થયેલી એક કાર પાછળથી આવતી ટ્રક ટકરાઈ ગઈ, જેના કારણે એકસાથે ચાર વાહનો આ અકસ્માતમાં સામેલ થયા હતા. વેસ્મા ઓવરબ્રિજ પર અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી કાર બ્રેકડાઉન થઈ હતી. પાછળથી ઝડપે આવતી ટ્રક એ કારમાં ટકરાઈ ગઈ હતી.ટક્કરના કારણે ટ્રક પાછળ ફરી અને વધુ બે કાર સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. અકસ્માતને પગલે વાહનોને નુકસાન થયું હતું.

 Decision News ને મળેલી માહિતિ મુજબ અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા વેસ્મા આઉટ પોસ્ટના પોલીસ જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા. ક્રેઇનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી ખસેડવામાં આવ્યા અને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.પોલીસે ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.વાહન ચાલકોની ભૂલ કે કોઈ ટેકનિકલ ખામીના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.