નવસારી: બીલીમોરાના નાંદરખા ગામે ગતરોજ મોડી સાંજે રિક્ષામાં અચાનક આગ લાગી હતી. ફાયર વિભાગને આગ લાગ્યાની જાણ કરતા ફાયર ફાઇટર આવીને આગને બુઝાવી દીધી હતી. બીલીમોરાના નાંદરખા ગામે સાંજના અરસામાં યુસુફભાઈ વકીલના ઘર પાસેથી રિક્ષા પસાર થતી હતી.

Decision News ને મળેલી માહિતિ મુજબ દરમિયાન રિક્ષામાં આકસ્મિક રીતે આગ લાગી ગઇ હતી. આગને પગલે ચાલક રિક્ષામાંથી બહાર ઉતરી ગયો હતો. આગ લાગ્યાની જાણ સ્થાનિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.

જેને પગલે તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયરકર્મીઓએ આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. જોકે આગને પગલે રિક્ષાને ઘણું નુકસાન થયું હતું.