નવસારી: નવસારીની પોકસો કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સરકારી વકીલ અજય ટેલરે આરોપીની તરફેણમાં કામ કરતાં તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. પીડિતાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ ફરિયાદ કરી હતી કે સરકારી વકીલે આરોપી આસિમ શેખના ફોન માંથી વોટ્સએપ કોલ કરીને તેને ધમકી આપી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ પીડિતાએ જણાવ્યું કે વકીલ 25 ઓગસ્ટ 2025 ની મુદત વખતે આરોપીને કેસમાંથી મુક્ત કરવાના કાગળો તૈયાર કર્યા છે. વકીલે આરોપીની તરફેણમાં જુબાની આપવા દબાણ કર્યું હતું. જો જુબાની ન આપે તો વિડિયો વાયરલ કરવાની અને માતા – પિતાને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

સરકાર પોક્સો કેસમાં પીડિતાને ઝડપી ન્યાય મળે તે માટે સરકારી વકીલોની નિયુક્તિ કરે છે. પરંતુ આ કેસમાં વકીલે જ આરોપીની તરફદરિય કરતાં ગૃહમંત્રીએ તાત્કાલિક અસરથી તેમની સેવાઓ સમાપ્ત કરવાનો આદેશ કર્યો છે. ગૃહમંત્રીના અંગત સચિવ આશિષ વા સહીથી આ આદેશ જારી કરવામાં આવ્યો છે.સંભવિત પ્રથમ વખત રાજ્ય સરકારે સરકારી વકીલને ફરજ મોકૂફ કરતાં સમગ્ર રાજ્યમાં સહિત નવસારી બાર કાઉન્સિલમાં ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી રાજકીય રીતે નિયુક્તિ થતાં સરકારી વકીલો દ્વારા આરોપીની તરફદારીની ફરિયાદો મળતી રહી છે. પૉક્સો જેવા સંવેદનશીલ કેસમાં આ પ્રકારની કાર્યવાહી રાજ્યમાં સંભવત પ્રથમ વખત થઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here