ભરૂચ: ભરૂચમાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી છે. જિલ્લાભરમાં શાળાઓ, સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ જિલ્લા પંચાયત ભવન ખાતે પ્રમુખ મહેન્દ્ર વાસડીયાના હસ્તે ધ્વજવંદન થયું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે અને કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.નગરપાલિકા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ અને અન્ય ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. રાજકીય પક્ષોએ પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો.
ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ ધ્વજવંદન કર્યું. કોંગ્રેસ કાર્યાલયે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ તિરંગો ફરકાવ્યો હતો.સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો. અહીં 103 વર્ષના પુષ્પાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ ઉપરાંત જિલ્લા જેલ, ગ્રામ પંચાયતો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.

