નવસારી: ઘણા સમયના વિરામ પછી નવસારી શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો. હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ છેલ્લા અઠવાડિયામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી, જે આજે સાચી પડી છે. 

શહેરના જૂનાથાણા, ડેપો સ્ટેશન રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. ભારે પવન સાથે વરસી રહેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ અને ગરમીના કારણે શહેરીજનો પરેશાન હતા. વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા છે. આ વરસાદથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે.