નવસારી: નવસારી શહેરમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન અંતર્ગત આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રાને સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.
યાત્રા ફુવારા સર્કલથી શરૂ થઈ ગોલવાડ ચોક, લક્ષ્મણ હોલ સર્કલ ટાવર અને સયાજી લાઈબ્રેરી રોડ થઈને આગળ વધી. ત્યારબાદ જુનાથાણા સર્કલ અને લ્યુંન્સીકુઈ સર્કલ થઈને સર્કીટ હાઉસ ઝંડા સર્કલ ખાતે સમાપન થયું.યાત્રામાં 50 મીટર લાંબો તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો.
કાર્યક્રમમાં દેશભક્તિ આધારિત ધૂન, ઘેરૈયા નૃત્ય અને પારંપરિક ગુજરાતી નૃત્યની રજૂઆત થઈ. પોલીસ જવાનોની હાજરી પણ નોંધપાત્ર રહી.જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાએ શહેરીજનોને યાત્રામાં જોડાવા કરેલા આહ્વાનને સારો પ્રતિસાદ મળ્યો. મોટી સંખ્યામાં નાગરિકોએ યાત્રામાં ભાગ લીધો. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક વૃંદો દ્વારા કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી.

