ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી રેલી યોજાશે. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સૈંકડો લોકો ભાગ લેશે.
રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા, પ્રવક્તા જીગ્નેશ મેવાણી અને ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ જોડાશે. પ્રદર્શનકારીઓએ આવેદનપત્ર આપી પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો છે.
વલસાડ જિલ્લા DSP કરનરાજ વાઘેલા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ધરમપુરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

