નવસારી: નવસારીમાં સુશ્રુષા હોસ્પિટલ પાસે મોડી રાત્રે એક કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. કારનું ટાયર અચાનક ફાટી જતાં કાર નિયંત્રણ ગુમાવી રોડ ડિવાઇડર પર ચડી ગઇ હતી.
અકસ્માતની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.સુશ્રુષા હોસ્પિટલ પાસેનું સર્કલ વાહનોની અવરજવરથી હંમેશા ધમધમતું રહે છે. જોકે, સદભાગ્યે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી અને કોઈ જાનહાનિ થઈ નથી.
Desicion News ને મળેલ માહિતી મુજબ સ્થાનિક તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને વાહનને ડિવાઇડર પરથી હટાવી લેવામાં આવ્યું હતું, જેથી અન્ય વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે.

