ધરમપુર: કોંગ્રેસ તેમજ અંનત પટેલ દ્રારા જુઠ્ઠાણું ફેલાવી પાર – તાપી લીંક પ્રોજેક્ટ સંદર્ભે આદિવાસી સમાજના લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે એવા સંજોગે ધરમપુર વિધાનસભા વિસ્તારના અનેક આદિવાસી સમાજના યુવાનો દ્વારા જાગીરી, નડગધરી રોડ, બરડા, જાગીરી રોડ, શીશુમાળ, પાંડલખડક જેવા ગામોમાં આપણા વલસાડ ડાંગના લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સમર્થનમાં બેનર લગાવ્યા છે.

Decision News ને મળેલી માહિતીમુજબ સાંસદ શ્રી ધવલભાઈ પટેલે વલસાડ ડાંગના આદિવાસી સમાજને વિશ્વાસ અને ચોક્કસ ખાતરી સાથે જણાવ્યું હતું કે પાર – તાપી રીવર લીંક પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કાર્ય થવાનું નથી.કોંગ્રેસના નેતાઓ જુઠ્ઠાણુ ફેલાવી પોતાનો રાજકીય રોડ મેપ બનાવવા આદિવાસી સમાજને ભ્રમિત કરી રહ્યા છે.

રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ 2022 માં જ રદ કરવામાં આવ્યો છે, ત્યારે એ વાતનો સ્વીકાર કરી અનેક ગામના ગામજનો એ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ સાસંદશ્રી ધવલભાઈ પટેલ પર પુર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here