વલસાડ: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડના આદર્શ નગરમાં ભંગારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી મોડી રાત્રે આગ લાગી હતી. ફાયર સેફ્ટીના સાધનોના અભાવને કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.આગની લપેટમાં આજુબાજુના 12 જેટલા ભંગારના ગોડાઉન આવી ગયા હતા.

સ્થાનિક લોકોએ તરત જ ગોડાઉન સંચાલકો, વાપી ફાયર ટીમ અને વીજ કંપનીને જાણ કરી કરતાં વીજ કંપનીએ તાત્કાલિક વિસ્તારનો પાવર સપ્લાય બંધ કર્યો હતો. વાપી મહાનગરપાલિકાની ફાયર ટીમે મેજર ફાયર કોલ જાહેર કર્યો હતો. આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર ટીમો મદદ માટે પહોંચી હતી.
ગોડાઉનમાં પ્લાસ્ટિક, કાપડ, પેપર અને અન્ય જ્વલનશીલ વસ્તુઓ હોવાથી વહેલી સવારના 4 વાગ્યા સુધી ફાયર ટીમો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.. ફાયર ટીમના પ્રાથમિક અનુમાન મુજબ, ગોડાઉનમાં ફાયર સેફ્ટીના જરૂરી સાધનોના અભાવને કારણે શોર્ટ સર્કિટથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here