વલસાડ: વલસાડ રેલવે સ્ટેશન પર એક અમાનવીય ઘટના સામે આવી છે. જૂની ટિકિટ બારી સામે આવેલા સ્ટોલ પર એક ભિક્ષુકે ચા માંગતા સ્ટોલ ધારકે તેને જાહેરમાં માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ઘટના દરમિયાન સ્ટોલ પર ગ્રાહકોની ભીડ હતી. ભિક્ષુકે વેન્ડર પાસે કડકાઈથી ચા માંગતા વેન્ડર ઉશ્કેરાઈ ગયો હતો. સ્ટોલ વેન્ડરે ભિક્ષુકને ભીડમાંથી બાજુ પર જવા સૂચના આપી હતી. પરંતુ ભિક્ષુક ગ્રાહકોની ભીડમાં ચા માંગવાનું ચાલુ રાખતા વેન્ડરે તેને જાહેરમાં માર માર્યો હતો.આ ઘટના દરમિયાન પ્લેટફોર્મ પર હાજર લોકો મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા. કોઈએ વચ્ચે પડી ભિક્ષુકને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં.

વીડિયો વાયરલ થતાં વલસાડ જીઆરપીની ટીમે તપાસ શરૂ કરી છે. પોલીસે સ્ટેશનના CCTV ફૂટેજના આધારે વેન્ડરને શોધવા અને તેની સામે કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમાજમાં માનવતાના અભાવને ઉજાગર કર્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને વેન્ડર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here