મહુવા: મહુવા તાલુકાના વસરાઇ ખાતે સૂચિત સમાજ ભવન લાઇબ્રેરી સ્પોર્ટ્સ સંકુલ સાથે સાકાર થતા વિવિધ પ્રોજેક્ટો અને દિશા નોલેજ હબની મુલાકાત કરી હતી. હાલ વસરાઈમાં શૈક્ષણિક પ્રવૃત્તિ દિશા નોલેજ હબમાં સ્પેશિયલ ફેકલ્ટી દ્વારા UPSC, GPSC, થી લઈને તમામ જાહેર પરીક્ષાના 390 વિદ્યાર્થીઓ જુદા જુદા બેચમાં સ્પેશિયલ ફ્રીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે
Decision News ને મળેલી માહિતિ મુજબ દિશા નોલેજ હબ સામાજિક દાઈત્વ નિભાવવામાં આ વિસ્તાર ક્યારેય પાછળ નથી પડ્યો જેનાથી આવનાર ટીમ ખૂબજ પ્રભાવિત થઈ હતી. દેશભરના ટ્રાઇબલ રાજ્યો અને ટ્રાઇબલ સંગઠનો સાથે જોડાએલા શ્રી તરુણભાઈ પટેલ થકી અને અહીંના ટ્રાઈબલ વિસ્તારમાં શિક્ષણ સંગઠન સહકાર લઘુ ઉદ્યોગ ખેતી પશુપાલન અને ડેરી ઉદ્યોગ તેમજ સ્વનિર્ભર સમાજ થકી આ વિસ્તારમાં દેશ ભરથી પ્રતિનિધિ મંડળો આવતા રહ્યાં છે.
જેમાં ગતરોજ શ્રી મંગલહાસદા મિનિસ્ટરી ઓફ ડિફેન્સ (દિલ્હી ) શ્રી સુનિલ હાંસદા રીટા. એરફોર્સ ઓ. (દિલ્હી )શ્રી પ્રશાંત અવાકે મિનિસ્ટરી ઓફ ડીફેન્સ ( દિલ્હી ) શ્રી ભેસાજ સિંહ મિનિસ્ટરી ઓ . ડીફેન્સ ( દીલ્હી ) એ મુલાકાત કરી હતી દિશા નોલેજ હબ વતી શ્રી મુકેશભાઈ અને કમલેશ ભાઈએ આવકાર્યા હતા અને નવેમ્બરમાં અહીં થનાર નેશનલ ટ્રેડફેરમાં સૌથી વધુ પ્રતિનિધિ મંડળ સાંસ્કૃતિક ટીમ સાથે ચાર દિવસ રોકાશે જેની ખાત્રી સાથે વિદાય થયા હતા

