નવસારી: નવસારી જિલ્લાના ચીખલીના સમરોલી એપાર્ટમેન્ટમાં એક ચમત્કારિક ઘટના બની છે. અહીં રહેતા એક રાજસ્થાની પરિવારનો 3 વર્ષનો બાળક રમતાં-રમતાં ત્રીજા માળની ગેલેરીમાં પહોંચી ગયો હતો. ત્યાંથી તે અચાનક 30 ફૂટની ઊંચાઈથી નીચે પટકાયો હતો.

Decision New ને મળેલી માહિતી મુજબ અકસ્માત બાદ બાળકના કાનમાંથી લોહી નીકળતું હતું. તેને તાત્કાલિક ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા બાળકને વલસાડની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. આટલી ઊંચાઈથી પડવા છતાં બાળકની તબિયત હાલ સુધારા પર છે, જે આશ્ચર્યજનક બાબત છે. આ ઘટના બાદ પોલીસે જાણવાજોગ નોંધ દાખલ કરી છે.

આ ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ છે. નાના બાળકોને ઘરમાં એકલા છોડવા કે તેમની દેખરેખ વિના રમવા દેવા જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ઊંચા માળે રહેતા પરિવારોએ બાળકોની સલામતી માટે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.