ડાંગ: ડાંગ જિલ્લાના ખેડૂતોએ રોપણી પૂરી થઈ ગઈ હોવા છતાં ખેતીવાડી વિભાગ બિયારણ અને ખાતરનું વિતરણ કરી સરકારના લાખો-કરોડો રૂપિયાનું આંધણ કરશે. ડાંગ જિલ્લામાં મે મહિનાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની શરૂઆત જૂન મહિનાથી થઈ છે. વરસાદના આગમન સાથે ખેડૂતો પોતાના ખેતરોમાં નાગલી, ડાંગર, અડદ, વરાઈ, તુવેર, મગફળી જેવા વિવિધ બીજનું વાવેતર કરી દીધું હતું.
ડાંગ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા બિયારણ અને રાસાણિક ખાતર વિતરણ થયું ન હતું. ખેડૂતોના પાક રોપા તૈયાર થઈ ગયાં છે. ડાંગનાં મોટાભાગનાં ખેડૂતોએ રોપણી પુરી કરી દીધી છે. ડાંગ જિલ્લા પંચાયતનાં ખેતીવાડી વિભાગે જાહેરાત કરી ગુજકો દ્વારા ડાંગની લોટસ એજન્સીના સંચાલકો ઓગસ્ટ મહિનામાં ખેડૂતોને ડાંગર અને નાગલીનું બિયારણ તથા રાસાણિક ખાતરનું વિતરણ કરાઇ રહ્યું છે. ડાંગનાં ખેડુતો બીજ વાવી રોપણી પુરી કરી દીધી હોવાં છતાં સરકારનાં લાખો-કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે. જેને પગલે ખેડૂતોમાં આક્રોશ છવાયો છે.
ડાંગના ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી ન હોવાથી હમણા ખાતર બિયારણનું વિતરણ કરી રહ્યાં છે. ડાંગનાં ખેડૂતો રોપણી કરી રહ્યાં છે. હમણા કે બિયારણ અને ખાતર ખેડૂતોને વિતરણ થઈ રહ્યું છે તે અંગે તપાસ કરાવી અહેવાલ મંગાવ્યો છે.

