વાંસદા: વાંસદાના વાડીચોંઢા ગામે સરકારી પ્રાથમિક શાળાના જુના ઓરડા તોડી પાડવામાં આવ્યા બાદ હજુ સુધી શાળાના નવા ઓરડાઓનું બાંધકામ ન થતા વિદ્યાર્થીઓ એક જ ઓરડા ધોરણ-7 અને 8નો અભ્યાસ કરવા મજબુર બન્યા છે.આવા સંજોગોમાં અભ્યાસ કેવી રીતે કરી શકાય તે મોટો સવાલ ઊભો થયો છે ત્યારે એક તરફ સરકાર અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ આપવાના દાવા કરે છે મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા ગરીબ બાળકોને સારું શિક્ષણ મળી રહે એ માટે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ શું એ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો ન હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.
decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના વાડીચોંઢા ગામે શાળાનું મકાન જર્જરિત થઈ જતા તેને જમીનદોસ્ત કરી દેવાયુ પણ નવું મકાન બનવાનું જાણે શિક્ષણ બાંધકામ શાખાના અધિકારીઓ ભૂલી જ ગયા હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. આથી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓએ એક જ ઓરડામાં બેસી શિક્ષણ લેવું પડે છે. જોકે ચોમાસાની ઋતુમાં આ બાળકો કઈ રહી તે ભણતા હશે તેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી.
હાલ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે છેલ્લા ઘણાં સમયથી શાળાના ઓરડા તોડી પાડયા બાદ વિદ્યાર્થીઓને બેસવા માટે શેડની વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરવામાં આવી હતી તેમ છતાં શેડની વ્યવસ્થા નહીં કરાતા આખરે વિદ્યાર્થીઓ એક જ ઓરડા બેસી અભ્યાસ કરી રહ્યાં છે પરંતુ સરકારી તંત્રના અધિકારીઓને નવા ઓરડા બનાવવામાં બિલકુલ રસ ન હોય તેવુ લાગી રહ્યું છે. વાડી ચૌંઢામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નજરે પડે છે.શાળાના ઓરડાની અછતના કારણે બાળકોને ભણતરમાં પડી રહેલી મુશ્કેલી બાબતે વાંસદા તાલુકા શિક્ષણ અધિકારીને તપાસ કરવા જણાવી શાળાના ઓરડાઓની મંજૂરી મળી છે કે કેમ જેની તપાસ કરી બાદમાં યોગ્ય નિરાકરણ કરાશે.

