કપરાડા: કપરાડા તાલુકાના ખડકવાળ ગામના સાવરમાળ ફળિયામાં ભર ચોમાસે પીવાના પાણીની તીવ્ર તંગીને લઈ મહિલાઓએ ડુંગરના ઝરણાંમાંથી પાણી મેલવવાની ફરજ પડી રહી છે. માથે બેડું મૂકી ડુંગર ચઢી ઉતરી પાણી ભરવામા મહિલાઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ખડક વાળ ગામના સાવરમાળ ફળિયામા પીવાના પાણીની સુવિધા માટે અસ્ટોલ યોજના અમલમાં હોવા છતાં કોઈક કારણવસ પાણી ન આવતા સ્થાનિકોએ ઉનાળા દરમિયાન બે ડુંગર ચઢી ઉતરી ચઢી મુરભાતી ફળિયામાં પાણી લેવા જવું પડે છે, જ્યારે સામાન્ય દિવસોમાં અર્ધો કી.મી.દૂર.. ફળિયામાં પાણી મેળવવા જવું પડે છે તો બીજી તરફ હાલે ભર ચોમાસે પણ વરસાદ વચ્ચે નજીકના ડુંગરમાંથી નીકળતા ઝરણાં વચ્ચેથી નીકળતા પાણી લેવાની ફરજ પડી રહી છે.

સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે અહી એક કૂવા હતો, જેમાંથી ફળિયાના લોકો પાણી મેળવતા હતા, અથવા મોટર મૂકી પાણી લેતા હતા, જોકે તે પણ તૂટી ગયા બાદ રજૂઆત બાદ પણ કૂવો રિપેર ન થતાં લોકોએ ઉનાળાની સાથે હાલે ભર ચોમાસામાં ડુંગરો ચધી ઝરણાંના પાણી મેળવવામાં આવે છે, જો તંત્ર માત્ર કૂવાનું સમારકામ કરી આપ્ટે તો મહિલાઓએ ભર વરસાદે ઝરણાનું પાણી મેળવવું ન પડતે.

કપરાડા તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર બિ.એમ.પટેલએ જણાવ્યું કે તાત્કાલિક ધોરણે ખડકવાળ ગામના સાવર માળ ફળિયામાં પીવાના પાણી સમસ્યા મુદ્દે પાણી, પુરવઠા, સિંચાઇ અને અસ્ટોલ યોજના અધિકારીઓને પત્ર લખી હાલે તાત્કાલિક સ્થાનિકોને કઈ રીતે પાણી મળી શકે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here