નવસારી: બીલીમોરા નજીકના દેવસરની મોહનપાર્ક સોસાયટીના બે મકાનમાં તસ્કરો નિશાન બનાવી બંધ ઘરોને નિશાન બનાવી ઘરમાં ઘૂસી રૂ. 2.74 લાખની ચોરીને અંજામ આપતા પોલીસ દોડતી થઇ ગઇ છે. બીલીમારા નજીકના દેવસરમાં આવેલી મોહન પાર્ક સોસાયટીના બે બંધ ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં 2 ઓગસ્ટે જ્યારે દશામાંનું વિસર્જન ચાલતું હતું.

આ દરમિયાન, તસ્કરોએ કિરીટભાઈના ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો, પરંતુ ચોરોને કંઈ મળ્યું નહીં. કંઈ ન મળતાં તસ્કરોને ખાલી હાથે જવું પડયું.જે બાદ ચોરો ફરિયાદી જેનીલ રાજુભાઈ મિસ્ત્રીના ઘરમાં ટેરેસ પરથી ઘૂસી ગયા હતા અને ટોયલેટની પાછળની બારી અને ગ્રીલ તોડી નાખી હતી. જેનીલ મિસ્ત્રીના પિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાથી ઘર બંધ હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ જેનીલ જયારે ઘરે આવ્યો તો ઘરનો સામાન વેરવિખેર જોયો હતો. ઘરમાં તપાસ કરી તો ઘરના કબાટમાં મુકેલા 15 હજાર રોકડા, 39 હજારની કિંમતના 450 અમેરિકન ડોલર અને આશરે સાડા પાંચ તોલા સોનાના દાગીના મળી રૂ. 2.74 લાખની ચોરી થઈ હતી. આ ઘટના અંગે પોલીસે ચોરીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ પીએસઆઈ એમ.એસ.ભીસરે કરી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here