કપરાડા: કપરાડામાં આવેલી એકલવ્ય રેસિડેન્સિયલ સ્કૂલમાં વિધાર્થીઓ અને નવા નિમણૂક પામેલા આચાર્ય વચ્ચે ઘર્ષણનો કિસ્સો સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા એકલવ્ય રેસિડેન્સિયલ સ્કૂલના વિધાર્થી અને વાલીઓ ભેગા મળીને આચાર્ય વિરુદ્ધ સ્કૂલમાં હંગામો મચાવ્યો હતો.
આચાર્ય વિરુદ્ધ સ્કૂલમાં હંગામામાં વિધાર્થીઓના જણાવ્યા મુજબ આચાર્ય પોતાની મરજી પ્રમાણે સ્કૂલનો સમયમાં ફેરફાર કર્યો હતો તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં છોકરાઓને શિફ્ટ કર્યા અને બોયઝ હોસ્ટેલમાં છોકરીઓને રહેવા માટે કહ્યું હતું. જેને લઈને પણ વિધાર્થીઓ નારાજ થયા હતા વધુમાં અમુક સમય સુધી જ વાંચન કરવું પછી ફરજિયાત સૂઈ જવાનું કહેતા હોય તેમજ કોઈને કોઈ બહાને વિધાર્થીને સજા કરવામાં આવતી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આચાર્યએ એક વાક્ય કહ્યું હતું કે તમે આદિવાસી સમુદાય વિશે જાતિ આધારિત ટિપ્પણી કરી છે, જેનાથી વિદ્યાર્થીઓ ગુસ્સે થયા હતા. જેના કારણે કંટાળીને વિધાર્થીઓ પોતાના વાલીઓ સાથે મળીને આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો પરંતુ કપરાડાના સ્થાનિક રાજકારણીઓએ વચ્ચે પડતા બાદ આખરે સમાધાન કરવાની ફરજ પડી હતી. વાલીઓ માંગ કરી રહ્યા છે કે શિક્ષણ વિભાગ આ મામલે હસ્તક્ષેપ કરે, યોગ્ય તપાસ કરે અને વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને પગલાં લે.

