નર્મદા: આજે સવારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા રસ્તા પર એક દીપડો જોવા મળ્યો હતો. એક જાગૃત નાગરિકે આ દ્રશ્યનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.સ્ટેચ્યુ ઑફ યુનિટી પર દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. હાલમાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી તે જોવા માટે પણ પ્રવાસીઓની સંખ્યા વધી છે.
આવા સમયે વહેલી સવારમાં રસ્તાની વચ્ચે દીપડો ચાલતો જોવા મળ્યો હતો.Decision News ને મળેલી માહિતી મુજબ આ દ્રશ્ય જોઈને આસપાસના ગ્રામજનો, રાહદારીઓ અને પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. વીડિયોમાં એ પણ જોવા મળ્યું કે કે રસ્તા પર દીપડો હતો ત્યારે તેની સામેથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો.
જો દીપડાએ બાઇક ચાલક પર હુમલો કર્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.જાહેર રસ્તા પર દીપડાની અવરજવરથી આ વિસ્તારમાં ભયનો માહોલ છે. સ્થાનિક લોકો આ માનવભક્ષી પ્રાણીને તાત્કાલિક પકડવાની માંગ કરી રહ્યા છે. વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

