ભરૂચ: ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ નીચે યુવાનો વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. વાયરલ થયેલા વીડિઓમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક યુવાનો ભેગા મળીને એક યુવાનને લાકડીથી અને ઢીકાપાટુથી નિર્દયતાપૂર્વક માર મારી રહ્યા છે.

આ ઘટનામાં આરોપીઓએ પોલીસનો ડર રાખ્યા વિના જાહેરમાં આ કૃત્ય અંજામ આપ્યું હતું.ઘટનાના સમયે હાજર એક વ્યક્તિએ સમગ્ર બનાવનો વીડિઓ બનાવ્યો હતો. આ વીડિઓ સોશિયલ મીડિયા પર મૂકતાં તે જોરદાર વાયરલ થયો છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ હાલમાં પોલીસ દ્વારા વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. આ યુવાનો કોણ હતા અને તેમની વચ્ચે મારામારી કેમ થઈ તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા જલ્દી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here