ધરમપુર: D SELF (સેવ ઈમરજન્સી લાઈફ ફંડ) કાંગવી દ્વારા ફ્રેન્ડશીપ ડે નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન કરી 21 બોટલ રક્ત ભેગું કરી ડી સેલ્ફ ગ્રુપ કાંગવીના સભ્ય સ્વ. દિવ્યેશભાઈ સી. માહલા તથા સ્વ. વિરેન્દ્રભાઈ આઈ. ગાયકવાડને ફ્રેન્ડશીપ ડે નિમિત્તે ભેટ આપી હતી.
આ રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન કાંગવી ગામના માજી સરપંચશ્રી ગણપતભાઈ ડી. ચૌધરી, ધરમપુર તાલુકા વેટરનરી ઓફિસર ડો. હસમુખભાઈ ચૌધરી, તથા ધરમપુર કાંગવી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પુનિતભાઈ જાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા રકતદાતાઓને જમરૂખનો છોડ અને ટીફીન બોક્સની ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમા રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે માજી સંસદ કિશનભાઈ પટેલએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ‘ડી સેલ્ફ ગ્રુપ’ કાંગવીના સભ્યો સર્વશ્રી મનિષભાઈ દેશમુખ, મોહનભાઈ પટેલ, રવીન્દ્રભાઈ પટેલ, વિમલભાઈ ગાયકવાડ, નિલેશભાઈ ભીંસરા, દિવ્યેશભાઈ ગાંવિત, વિકાસભાઈ પટેલ, મિનેશભાઈ ભીંસરા, તેજસભાઈ પટેલ, પ્રણવભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ, દિવ્યેશભાઈ સાપટા, મહેન્દ્રભાઈ પટેલ, પ્રતિકભાઈ પાડવી વગેરે સભ્યોએ સફળતા પુર્વક આયોજન કરી પોતાના મિત્રોને શ્રધ્ધાંજલી આપી હતી.

