ધરમપુર: આજરોજ આદિવાસી સમાજની અસ્મિતા, જળ જંગલ જમીનને નુકશાન કરતાં પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં નડગધરી ગામે ડેમ સઘર્ષ સમિતિના પ્રમુખશ્રી અને તમામ સભ્યો અને વાંસદા ચીખલીના ધારાસભ્યશ્રી અંનત પટેલની અધ્યક્ષતામાં મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં ધરમપુર તાલુકાના નડગધરી ગામમાં નવ ડેમના ગામોના વિસ્થાપીતોના આગેવાનો અને ડેમ સમિતિએ ચર્ચા કર્યા બાદ 14/08/2025 ના રોજ ધરમપુર વાવ બિરસામુંડા સર્કલ થી મામલદાર કચેરી સુધી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવશેનું નક્કી થયું છે

આ ડેમ સઘર્ષના પ્રમુખશ્રી અને સભ્યો, મહારૂઢિ ગ્રામ સભાના અધ્યક્ષ રમેશ પટેલ, કમલેશ પટેલ, ઉતમ ગરાસીયા  સરપંચશ્રીઓ, આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here