નવસારી: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાટી ગામમાં સાયબર ઠગાઈનો એક કિસ્સો સામે આવ્યો છે. 19 વર્ષીય વિદ્યાર્થી યશભાઈ મુકેશભાઈ પટેલ સાથે ઓનલાઈન ઠગાઈ થઈ છે. 11 જુલાઈ 2025 ના રોજ બપોરે 5:15 વાગ્યે યશભાઈને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલ કરનારે તેમને જણાવ્યું કે તેમનું ગુગલ પે ટ્રાન્જેકશન વધી ગયું છે અને તમને કેશબેક મળવાપાત્ર છે.

આ લોભામણી વાતમાં ફસાઈને યશભાઈએ ઠગે મોકલેલી અલગ અલગ લિંકસ ઓપન કરી. આ લિંકસમાં https://pay.swiftcashier.in/payment/ થી શરૂ થતી પાંચ અલગ અલગ લિંક હતી. આ લિંક ઓપન કરતાં જ યશભાઈના બેંક ખાતામાંથી કુલ રૂ. 17,278 ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મામલે યશભાઈએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે BNS એક્ટ કલમ – 318(4), 61(2)(A),3(5) તથા આઈ.ટી એક્ટ 2000 ની કલમ – 66 (ડી) હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસ ઈન્સ્પેકટર એમ.ડી.ગામીતના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને વિદ્યાર્થીને લોભામણી લાલચ આપી ઠગાઈ કરી છે. હાલ આરોપીઓની ઓળખ થઈ નથી અને તેમની શોધખોળ ચાલુ છે.

સાયબર ક્રાઈમ વિભાગે લોકોને આવા કોલ્સ લિંક્સથી સાવધાન રહેવા અપીલ કરી છે. કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવા અને કેસબેક કે રિફંડના નામે માંગવામાં આવતી માહિતી ન આપવા સલાહ આપવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here