ડાંગ: આદિવાસી વિસ્તારોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી એક વખત ડાંગ જિલ્લાનાં સુબીર ગામની હદમાં જામદર નામના ઓળખાતા કમ્પારમેન્ટના જંગલમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મહિલાનો કંકાલ મળી આવતા ચકચાર મચી ગઇ છે.

ડાંગ જિલ્લાના સુબીરના ચૌધરી ફળિયામાં રહેતા બારકીબેન રાજેશભાઈ ચૌધરી (ઉ.વ. આ.45)એ ગત તા.04/07/2025ના રોજ સવારના સમયે પોતાના ઘરેથી નિકળી કયાંક ગયા હતા. બાદમાં ઘરે નહીં આવતા તેમની શોધખોળ કરવા છતાં તેઓ આજદિન સુધી મળી આવ્યા નથી. ગતરોજ 29 જુલાઇ 2025ના રોજ બારકીબેનની લાશ જામદર નામના ઓળખાતા જંગલમાં કંકાલ હાલતમાં મળી આવી હતી.

તેના કપડા તથા તેના પગરખાથી વાલી વારસો દ્વારા ઓળખ કરવામાં આવી હતી. Decision News ને મળેલી માહિતી મુજબ મૃતકની લાશ કાકડના વૃક્ષ સાથે એક દોરી વડે ફાંસો ખાધેલી કંકાલ હાલતમાં મળી આવી હતી. આ બનાવને પગલે સુબીર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here