નવસારી: નવસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોલવાડમાં હાઈ ટેન્શન લાઇન રિપેર કરવા ચડેલા વીજકર્મીને અચાનક કરંટ લાગતા બન્ને હાથ દાઝી ગયા હતા. જેને લઇ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવસારીના ગોલવાડમાં આવેલ હાઇ ટેન્શન વીજ લાઇનમાં ફોલ્ટ હોય તેને માટે ડીજીવીસીએલના કર્મચારી વિરલ રમેશભાઈ પટેલ (ઉ.વ.49) વીજ થાંભલા ઉપર ચડયા હતા. રિપેરીંગ દરમિયાન અચાનક વીજ કરંટને કારણે તેમના હાથમાં જોરદાર કરંટ લાગતા તેમના બન્ને હાથ દાઝી ગયા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ ઘટના બાદ કર્મચારીઓ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક વિરલભાઇને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પશ્ચિમ વિભાગ વિસ્તારમાં કામ કરતી વેળાએ પાવર બંધ હતો છતાં કરંટ લાગવાની ઘટના બની હતી.નવસારીના ગોલવાડ ખાતે વીજ પોલ પર ચડેલા વીજ કર્મીને અચાનક કરંટ લાગતા તેઓ 10 ફૂટની ઊંચાઇએથી નીચે પડયા હતા. જ્યાં લારી હોય તેનો પણ ભુક્કો બોલી ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં રાજમાર્ગો પર વાહન ચાલકો ઉભા રહી જતા 15થી 20 મિનીટ માટે ટ્રાફિકજામની પરિસ્થિતિ પણ ઉભી થઇ હતી.અક્સ્માતના ભોગ બનનાર વિરલ પટેલ છેલ્લા નવ વર્ષથી ડીજીવીસીએલમાં કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. લાઇન તપાસ કરતા તેઓએ સેફટી બેલ્ટ સાથે હેલ્મેટ પણ પહેર્યું હતું. વીજ થાંભલા ઉપર ચડતા હારનેસ બુક કરવા જતા જ કરંટ લાગતા નીચે પટકાયા હતા. જેને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. કરંટ લાગવાની ઘટનામાં ચોક્કસ કારણની તપાસ હજુ ચાલી રહી છે

