વાંસદા: વાંસદા-વઘઇ રોડ પર નેશનલ પાર્ક વિસ્તારના જંગલમાંથી રોડ પર ટહેલતા વાંદરાઓ અકસ્માતના ભોગ પણ બની રહ્યા છે. વન વિભાગે વાંદરાઓની સેફ્ટી માટે વનકર્મીઓ રોકેલા હોવા છતાં કપિરાજો ખુલ્લેઆમ રોડ પર ફરી રહ્યાં છે.

વાંસદા -વઘઈ રોડ પર આવેલા નેશનલ પાર્ક વિસ્તારના જંગલમાંથી વાંદરાઓ રોડ પર ફરી રહ્યા છે. જેના માટે વન વિભાગ દ્વારા રોડ પર વન કર્મીઓ ઊભા રાખેલા છે કે કોઈ પ્રવાસી વાંદરાઓને બિસ્કિટ કે કોઈ અન્ય વસ્તુઓ ખાવા માટે આપે નહીં તો પણ પ્રવાસીઓ વાંદરાઓ માટે બિસ્કિટ કે અન્ય વસ્તુઓ ખવડાવતા હોવાથી રોકેલા વનકર્મીઓની લાપરવાહી સામે આવી રહી છે.

રોડ પર કપિરાજો આવતા કોઈક વાહનચાલક તેજ રફતારથી નીકળતો હોય તો તેની અડફેટે આવી જતા અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. અમુક વાંદરાઓ આક્રમક હોય છે ત્યારે કરડી જતા હોય છે. ભૂતકાળમાં વાહન ચાલકોને કરડવાના બનાવો પણ બન્યા હતા. આ રોડ પર ટહેલતા વાંદરાઓ નેશનલ પાર્કના અધિકારીઓની લાપરવાહીથી અકસ્માતના ભોગ બની રહ્યાં છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here