વલસાડ: વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવેની બિનકાર્યક્ષમતા હવે જીવલેણ બની રહી છે.નાનાપોઢા થી પારડી વચ્ચે નેશનલ હાઈવે 848 પર પડેલા ઊંડા ખાડાઓએ વાહનચાલકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆત બાદ ભારે વરસાદના કારણે રોડ પર અનેક જગ્યાએ ખાડાઓ ઊંડા થઈ ગયા છે, જેમાંથી ચીવલ ગામ નજીકના બે સ્થળોએ પડેલા મોટા ખાડા હવે અકસ્માતોનું ગંભીર જોખમ ઊભું કરે છે

હકીકતમાં નેશનલ હાઈવે 56 પરથી ભારે વાહનો માટે ડાયવર્ઝનના રૂપે નેશનલ હાઈવે 848નો ઉપયોગ ચાલુ છે. પરિણામે આ માર્ગ પર ભારે ટ્રાફિક દબાણ વધી ગયું છે. રોડની સંપર્ક જાળવણી ન થતાં ચોમાસામાં ખાડા વધતા જઇ રહ્યા છે.આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી નેશનલ હાઈવે ઓથોરિટીની કોઈ કામગીરી શરૂ થઈ નથી. સ્થાનિક લોકોએ સંજોગોની ગંભીરતા જોઈને આપત્કાલીન વ્યવસ્થા હાથ ધરી છે. ચીવલ વિસ્તારમાં રોડ પર પડેલા ખાડામાં ઝાડની ડાળીઓ તથા પાંદડાઓ મૂકી ચેતવણી આપી છે કે અહીં કોઈ દુર્ઘટના સર્જાય નહીં.

Decision News ને મળેલી માહિતી મુજબ રાત્રિના સમયે આ ખાડા વધુ ખતરનાક બની જાય છે. મોટી સંખ્યામાં ટ્રક અને ડમ્પર ચાલકોને ખાડા નજરે ન પડતાં હકારાત્મક ટક્કરો, વાહનના ટાયર ફાટી જવું કે બ્રેક ફેઇલ થવાની ઘટનાઓ બનવાની શક્યતા વધી રહી છે. અગાઉ પણ આ જ માર્ગ ચોમાસા દરમિયાન અનેક અકસ્માત થયેલા છે જેમાં મોત પણ થયા હતા.અન્ય વિસ્તારોના ગ્રામજનોએ પણ ફોનથી રજૂઆત કરી છે, છતાં હજુ સુધી કોઈ વહીવટી તંત્ર ધ્યાન આપ્યું નથી. હવે લોકોમાં તાત્કાલિક માર્ગ સુધારણા અને ખાડા ભરવાની કામગીરી શરૂ કરવી અત્યંત આવશ્યક બની ગઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here