ભરૂચ: ભરૂચ શહેરના દૂધધારા વિસ્તારમાં આવેલા વિનય કોમ્પ્લેક્ષ નજીક ખુલ્લા કાંસમાં આજે એક ગાય પડી ગઈ હતી. સ્થાનિકોએ આ ઘટના અંગે તરત જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ટીમે જેસીબી મશીનની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. થોડા સમયમાં જ ગાયને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો અને કાંસો રોડ પર જોખમી બની રહ્યા છે.
ખુલ્લી ગટરો અને કાંસો રોડના કારણે પાંજરાપોળ પશુઓ અને રાહદારીઓ માટે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ આવી જોખમી જગ્યાઓને તાત્કાલિક ઢાંકવા અને યોગ્ય ચેતવણી બોર્ડ મૂકવાની માંગ નગરપાલિકા સમક્ષ કરી છે.

