ઝઘડિયા: ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસની કમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા દશ દિવસથી બંધ હાલતમાં છે. મુખ્ય પોસ્ટ ઓફિસ અને તેની સાથે સાંકળયેલી તાલુકાની તમામ 16બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર થઇ છે.ઝઘડિયાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા 10 દિવસથી બંધ રહેતા મુખ્ય પોસ્ટ ઓફિસને સંલગ્ન 16 જેટલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર થતા ઝઘડિયા તાલુકાના હજારો પોસ્ટ ગ્રાહકો અને એજન્ટો 10 દિવસથી હાલાકીનો સામનો કરી રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ જવાબદાર પોસ્ટની બેદરકારીના પગલે સર્વર સિસ્ટમ બંધ રહેતા પોસ્ટની 9 થી વધુ સેવાઓને અસર પહોંચી છે. 10 દિવસથી મુખ્ય સહીત બ્રાન્ચ પોસ્ટ ઓફિસો બંધ રહ્યા બાદ પણ જવાબદાર પોસ્ટ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. થાય છે અને કરાઈ છે જેવી આળસ ભરેલી બેદરકારી દાખવાઈ રહી છે.ગ્રાહકો ધક્કા ખાઈને રોજ પાછા જાય છે. ગ્રાહકોને રોજ એકજ જવાબ આપી દેવામાં આવે છે કે સર્વર ખરાબ થયું છે. સર્વર ક્યારે ચાલુ થશે તેનો કોઈ જવાબ ગ્રાહકને મળતો નથી.

ઝઘડિયાની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે જીઆઇડીસી, ઝઘડિયા કોર્ટ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કચેરી ઉપરાંત હજારો ગ્રાહકોને ટપાલ, રજીસ્ટર એડી સહિત નાણાકીય રોકાણની યોજનાના અલગ અલગ કામો હોઈ છે,તે બધીજ કામગીરી ખોરંભે પડી છે. ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસનું કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ ખરાબ થતા પોસ્ટની એનએસસી, કેવીપી, એમઆઈએસ, ટાઈમ ડિપોઝિટ, પીપીએફ, રજીસ્ટર એડી, રજીસ્ટર પાર્સલ, પીએલઆઈ, આરપીએલઆઇ જેવી મુખ્ય સેવાઓ બંધ છે.કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ બંધ રહેતા 16 જેટલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર થતા ઝઘડિયા તાલુકાના હજારો પોસ્ટ ગ્રાહકો અને એજન્ટો એક અઠવાડિયાથી હાલાકીનો સામનો કરી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here