ભરૂચ: ભરૂચ અને અંકલેશ્વરમાં નેશનલ હાઇવેને અડીને અમરતપુરા ગામ પાસે હવાઇપટ્ટીનું પહેલાં તબકકાનું કામ પૂર્ણ થયું છે. અહીં 90 કરોડના ખર્ચે 2135 X 45 મીટર લાંબો રનવે બનીને તૈયાર થઇ ગયો છે. આ હવાઇપટ્ટી રાજયમાં પાંચમા ક્રમની સૌથી લાંબી હવાઇપટ્ટી છે.
આગામી દિવસોમાં એર ટ્રાફિક કંટ્રોલ સહિતની માળખાકીય સુવિધાઓ ઉભી કરાશે. પ્રથમ ચરણમાં આ હવાઇ પટ્ટી પર નાના પેસેન્જર અને કાર્ગો વિમાનો અવાગમન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. અંકલેશ્વરના ઉદ્યોગકાર મહેશ પટેલે જણાવ્યું કે, ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલાં ભરૂચ જિલ્લાના વિકાસને ઉંચાઇએ હાલમાં 2500 વસ્તીવાળા ગામના લોકોને લઇ જતો રન વે તૈયાર થઇ ગયો છે.અમરતપુરા ગામ પાસે બની રહેલી હવાઇપટ્ટીની પ્રથમ ચરણનું કામ લગભગ પૂર્ણ થઇ ગયું છે. પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતા હવે પ્રથમ તબક્કામાં કાર્ગો વિમાન ઉડાન ભરશે.
એટીસી ટાવર તૈયાર થઇ ગયા બાદ બોઇંગ કંપનીના કાર્ગો વિમાનનું લેન્ડિંગ અને ટેકઓફ કરાવીને હવાઇપટ્ટીનું ટેસ્ટિંગ કરાવવામાં આવે તેવી સંભાવનાઓ છે. હવાઇપટ્ટીની આસપાસ કોઇ મોટી ઇમારત નહિ હોવાથી વિમાનોનું અવાગમન સલામત અને સરળ બની રહેશે.ભરૂચ જિલ્લા 1993-94 માં એર સ્ટ્રીપ અંગેની જાહેરાત સરકારે કર્યા બાદ આજે 28 વર્ષ બાદ હવાઇ પટ્ટીનું પહેલું ચરણ સાકાર થયું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સેસના કારવાન–208, એસકે બી–200, પાઇપર ચારોકી, એમ્બેરર ફેનોમ–100, ચેલેન્જર– 650, ડેહાવિલાન્ડ ટવીન ઓટર, જી–650, લેગાસી– 650, હોન્ડા જેટ સહિતના વિમાન માટે આ પ્રકારનું અનુરૂપ રહેશે.

