ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકા મહાકુંભમાં અને શિષ્યવૃતિ પરીક્ષામાં અવવલ સ્થાન પ્રાપ્ત કરનાર બાળકોનું આદિવાસી સમાજના યુથલીડર ડો. નીરવ પટેલ અને ડો. દિવ્યાગીબેન પટેલ દ્વારા છાંયડો હોસ્પિટલમાં પ્રોત્સાહન સ્વરૂપે સન્માન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી જાણકારી મુજબ ખેરગામના નાધઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 4 બાળકો સ્મિત નિલેશભાઈ પટેલે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ અને ક્રિશા સંજયભાઈ પટેલે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ તેમજ હાલમાં જ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાબેનની હાજરીમાં તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમા દ્રષ્ટિ ભાવેશભાઈ પટેલે મારી પ્રિય ઋતુ વ ર્ષાઋતુ અને માનસી આશિષભાઇ પટેલે દિવાળી પર નિબંધલેખનમાં પ્રથમ ક્રમાંક મેળવી તાલુકાનું નામ રોશન કરેલ જે બાબતની નોંધ લઇ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે ગામના ખેરગામ તાલુકાની ટીમના સ્થાનિક આગેવાનો ભાવેશ પટેલ, દલપત પટેલ, ભાવિન પટેલ, મનહર પટેલ, મેહુલ પટેલ, રીંકેશ પટેલ સાથે ચર્ચા કરીને ચારેય બાળકોને પ્રોત્સાહિત કરવા સન્માનિત કરવાનો નિર્ણય લઇ વાલીઓ સાથે હોસ્પિટલ પર બોલાવી સન્માન કર્યું હતું.
આ તબક્કે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે નાના બાળકો જ દેશનું ભવિષ્ય છે આથી બાળકોને પ્રોત્સાહિત કરીએ. લોકોને સમાજસેવા તેમજ દેશસેવાના ગુણો પ્રસ્થાપિત કરવા એજ અમારું મુખ્ય લક્ષ્ય છે તે પૂર્ણ કરવા અમારી ટીમ સતત મહેનત કરી રહી છે.

