ડેડીયાપાડા: ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ દ્વારા ડેડીયાપાડા વિધાનસભા અને નર્મદા જિલ્લાના ગામે ગામ વડાપ્રધાન મોદીના ફોટોગ્રાફ વાળી નોટબુકનું વિતરણ કાર્યક્રમ દરેક પ્રાથમિક શાળાઓમાં આગેવાનો દ્વારા વિતરણ કરવામાં આવતાં AAP ના કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા જણાવે છે કે અમે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રીઓને પૂછવા માંગે છીએ કે 30 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને તેમ છતાં તમે જે સોશિયલ મીડિયા પર જે ફોટો શૂટ કરીને મૂકી રહ્યા છો એની પાછળની દીવાલ જુઓ લીલ બાજેલી છે. જર્જરીત અને નીચે જે બાળકો ભણી રહ્યા છે એ નીચે લીપણ કરેલું છે એમાં બેઠા છે વાંસની કામળીઓની દિવાલ છે અને પતરા વાળો શેડ નળિયાવાળા શેડ પર અને ખુલ્લામાં આ ચોમાસામાં આ બાળકો ભણી રહ્યા છે.
છેલ્લા 30 વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને એમાં પણ આટલો સરસ વિકાસ થયો હોય એવો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા હોય તો અમે એમને પૂછવા માંગે છે શું ખરેખર આ વિકાસ છે કે પછી વિનાશ થઈ રહ્યો છે આજે સોશિયલ મીડિયા દ્વારા તમે ફોટો શૂટ કરી અને જે વાહ ભાઈ મેળવવા માંગો છો આજે સમગ્ર ગુજરાત અને આદિવાસી વિસ્તાર આજે જાગી ગયો છે આજે તમને પૂછવા માંગે છે કે તમે 30 વર્ષ થી શાસન કરી રહ્યા છો પણ તેમ છતાં પણ આજે પ્રાથમિક શાળાઓ જર્જરીત હાલતમાં છે, કાચા ઘરોમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે, શું આને આપણે વિકાસ કહીશું ક્યાં અને કેવી રીતે ભણશે ગુજરાત અને ક્યારે આગળ વધશે ગુજરાત,
અમે તમામ ચૂંટાયેલા સાંસદ સભ્ય શ્રી ધારાસભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ અને આગેવાનોને અમે પૂછવા માંગીએ છે. શું ખરેખર તમે આને વિકાસ કહો છો કે પછી વિનાશ આની પર પ્રશ્નાર્થ ચિન્હ છે, જો ખરેખર જ આ વિકાસ હોય તો આ કેવો વિકાસ છે.

