દક્ષિણ ગુજરાત: ગતરોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવસારી તાલુકાના મોજે ગામ મહુડી-પુણી-ભુનવાડી ખાતે જર્જરિત અને ભયજનક રીતે નમી ગયેલ વીજપોલ અને અધૂરા કામો પુરા ન કરતાં સરપંચ હિતેનભાઈ પટેલ દ્વારા નીચે બેસીને વિરોધ પ્રદર્શનની ઘટના જોવા મળી હતી.
નવસારી તાલુકાના મોજે ગામ મહુડી-પુણી-ભુનવાડી ખાતે જર્જરિત અને ભયજનક રીતે નમી ગયેલ વીજપોલ અંગેની કામગીરી તથા સ્ટ્રીટ લાઈટની લાઈનની અધૂરી કામગીરી અંગે વારંવાર મૌખિક અને લેખિત અરજી કરાયાને આશરે 3-4 મહિના જેટલો સમય વીતી ગયા હોવા છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપની સબ ડિવીઝન સિસોદ્રા દ્વારા કામો પુરા ન કરાતા જૂથ ગ્રામપંચાયત મહુડી-પુણી-ભુનવાડીના સરપંચશ્રી અને નવસારી તાલુકા ભાજપ સંગઠન મંત્રી હિતેન મહેશભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, પ્રિયંકભાઈ પટેલ, વિરલભાઈ પટેલ અને ચેતનભાઈ પટેલ દ્વારા સિસોદ્રા સ્થિત DGVCL ઓફિસ ખાતે જમીન પર બેસી પોતાના ગામ મના પડતર કામોના નિકાલ અંગેના પ્રશ્નો કરાયા હતા
આ ઉપરાંત પડતર કામો જલ્દી પુરા થાય એવી રજુઆત કરાઈ હતી જે અંગે જવાબદાર અધિકારીએ દિન 7ના અંદર અધૂરા કામો પુરા કરી આપવાની બાંહેધરી આપી હતી અને જો દિન 7મા કામગીરી પૂર્ણ કરવામા ન આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું….

