ડાંગ: ગુજરાતના સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન સાપુતારામાં લોકકલા અને, પ્રાકૃતિક સૌંદર્ય, સંસ્કૃતિ અને મનોરેજક કાર્યક્રમો માણવા મોન્સુન ફેસ્ટીવલની ઉજવણી કરવામાં આવે છે અને પ્રવાસીઓને અને નેતાઓના સ્વાગત અને રીઝવવા સરકારી વહીવટીતંત્ર લોકોના ટેક્સના કરોડો રૂપિયાનું પાણી કરી દર વર્ષે કરી નાખતાં હોય છે પણ ડાંગના રાજાઓને આ ફેસ્ટીવલમાં સ્થાન આપતું નથી. સાપુતારા મોન્સુન ફેસ્ટીવલમાં ડાંગના રાજાઓ ગાયબ હોય છે. શું વહીવટીતંત્ર માટે પ્રવાસીઓ અને નેતાઓ જ મહત્વના છે ? ડાંગીજનોનું નેતૃત્વ કરતાં રાજાઓ નહિ..!
Decision News ને મળેલી જણકારી મુજબ આ મોન્સુન ફેસ્ટીવલ દરરોજ નવા આકર્ષણ માટે એક ભારત, શ્રેષ્ઠ ભારત આધારિત પરેડ, સાંસ્કૃતિક અને સંગીત કોન્સર્ટ, ક્રાફ્ટ અને આદિવાસી કલા વર્કશોપ, આઉટડોર અન સાહસિક પ્રવૃતિઓ, સ્થાનિક વ્યંજનો અને નેચર ટ્રેઈલ તેમજ રેઇન ડા અને સેલ્ફી પોઈન્ટ જેવા આકર્ષણો જોવા મળનાર છે ત્યારે ડાંગજનોને આ ફેસ્ટીવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નાચગાન સિવાય, એમના જળ જંગલ જમીનની સાચવણી, જાળવણી, નવા નવા સરકારી પ્રોજેક્ટોમાં થતાં જંગલો અને જમીનના નાશને અટકાવવા કે પ્રકૃતિ સાથે ચેંડા થતાં બંધ કરવા વચનો અને નિયમો કાયદાઓ બનાવવામાં આવશે ખરા..! ડાંગના રાજાઓને આ ફેસ્ટીવલમાં મંચ કેમ નથી આપવામાં આવતું ? ફેસ્ટીવલમાં મનોરંજન હોય છે પણ સ્થાનિક સમસ્યા અને જળ જંગલ જમીન અને પ્રકૃતિ સોંદર્યને બચાવવાની વાત કેમ નથી થતી ? આજે પણ સાપુતારામાં મોટી મોટી હોટલો અને દુકાનો મોટાભાગની બહારથી આવેલા લોકોની છે.. કેમ ?
‘ડાંગીજનોના દિલોમાં હજુ પણ રાજાનું મહત્વ છે પણ સાપુતારામાં મોન્સુન ફેસ્ટીવલમાં તેમનું કોઈ વેલ્યુ હોતું નથી, ડાંગ વહીવટીતંત્ર અને નેતાઓ માત્ર તાયફાઓ કરવા ભેગા થાય છે. તમે જોશો તો ફેસ્ટીવલ પૂરો થતા જ પ્લાસ્ટિકના કચરાના ઢગલે- ઢગલા જોવા મળશે, પ્રાકૃતિક સોંદર્ય માણવા આવતા પ્રવાસીઓ બેફામ રીતે ગંદકીને ફેલાવી જાય છે. વહીવટીતંત્ર કરોડો રૂપિયા આ મહોત્સવ પાછળ વાપરી નાખે છે પણ ડાંગની સ્કૂલો, ડાંગની આગણવાડીઓના સમારકામ, લોકોની રોજગારી, કે જળ જંગલ જમીન અને આરોગ્ય વિશેની વાત આવે તો આંખો બંધ અને કાનના રુઈ નાખી ધ્રુતરાષ્ટ્ર બની જાય છે: ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે’

