પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાત: નિવૃત શિક્ષકોમાં મોજ પડી ગઈ છે કેમ કે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતભરમા શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા ધો.1થી 12માં શિક્ષકોની ઘટ નિવારવા માટે વચગાળાની વ્યવસ્થા રૂપે 62 વર્ષથી વધુ ઉંમર ના હોય તેવા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

(1) રાજયની સરકારી અને ગ્રાટેક માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિવૃત્તિથી ખાલી પડતી જગ્યાઓની ઘટ તાત્કાલિક નિવારવા દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ મંજૂર કરવામાં આવેલ મહેકમ મુજબ માાળામાં ખાલી પડેલ જગ્યાઓ પર વિભાગના 11/072025 ના સમાનાકી ઠરાવથી સુધારેલ કાર્ય પદ્ધતિ અનુસરીને જ્ઞાન સહાયકને કામગીરી સોંપેલ હોય ત્યાર પછી પણ જગ્યાઓ ખાલી રહે તો આવી ખાલી રહેતી જગ્યાઓ પર કામચલાઉ વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત થયેલ સરકારી અને ગ્રાંટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના નિવૃત શિક્ષકોને શૈક્ષણિક કામગીરી સોંપી શકાશે.

(2) નિવૃત્તી બાદ લેવામાં આવતા શિક્ષકોની મહત્તમ વય મર્યાદા 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

(3) શાળામાં બદલીથી કે ભરતીથી કાયમી શિક્ષકની નિમણૂક ન થાય કે જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય ત્યાં સુધી આવા નિવૃત્ત શિક્ષકોએ કામગીરી કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષના અંતે આવા નિવૃત્ત શિક્ષકોને છુટા કરવાના રહેશે.

4) આ કામગીરી માટે નિવૃત્ત માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને જ્ઞાન સહાયકને ચુકવવામાં આવતાં માનદ વેતન જેટલુંજ માનદ વૈતન ચુકવવાનું રહેશે. તે સિવાય અન્ય કોઈ વધારાના નાણાકીય કે સેવાકીય લાભ મળવાપાત્ર થશે નહીં.
સ્કોચ વ્હિસ્કી પીનારાઓને હવે પડી જશે મોજ: આ વાઈન ભારતમાં થઈ જશે સાવ સસ્તી!

(5) જે નિવૃત્ત સરકારી અને ગ્રાંટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો નિવૃત્તિ બાદ કામગીરી કરવા માંગતા હોય તેઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને અરજી કરવાની રહેશે અને સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીએ વિભાગના 11/072025ના સમાનાકી ઠરાવથી દાખલ કરેલ વેઈટીંગ લિસ્ટ મુજબ પણ જ્ઞાનસહાયક ઉપલબ્ધ થાય નહી તોજ નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની રહેશે.

વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની બાબતને મંત્રી (પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ) એ મંજૂરી આપી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here