નવસારી: આદિવાસી સમાજમાં લોક ઉત્થાનના કામો કરતાં સંસ્થા અને ટ્રસ્ટોને 9 ઓગસ્ટ અંતર્ગત સરકારી સહાય આપવા આદિવાસી સમાજના લીડર ડો નીરવ પટેલ અને મુકેશભાઈ પટેલ, મહાર સમાજ પ્રમુખ વિજય ઉચ્ચકટાર દ્વારા નવસારી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આદિવાસી દિવસની ઉજવણી માટે સરકારી આર્થિક સહાયની માંગણી કરી છે.

મુકેશભાઈ પટેલ અને મહાર સમાજ પ્રમુખ વિજય ઉચ્ચકટાર દ્વારા મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે દર વર્ષે સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા દ્વારા પ્રેરિત ભવ્ય રેલીમાં આવનાર મોટાભાગના યુવાનો, વડીલો તેમજ આગેવાનો દ્વારા એક જન સામાન્ય માંગ ઉઠાવવામાં આવતી હોય છે કે આ રેલીના આયોજન અને જમણવારમા થતો ખર્ચ અમો આયોજકોને પણ આપવામાં આવે પરંતુ અત્યાર સુધી દર વર્ષેએ માંગણીઓ સ્વીકારવામાં આવતી નથી અને સામેપક્ષે સરકારી કાર્યક્રમોમાં લોકજીભે જાણવા મળેલ વાત મુજબ 22 લાખ અથવા તેનાથી વધારાનો ખર્ચો માત્ર ખેરગામ તાલુકાના કાર્યક્રમમા જ થયેલ છે, આટલો બધો ખર્ચો થવો લગભગ અશક્ય છે. તેમ છતાં જો સરકારી કાર્યક્રમોમા જો આટલો ખર્ચો થતો હોય તો 9 મી ઓગસ્ટ ઉજવવાનો અધિકાર તમામ આદિવાસીઓનો છે તે લોકોને પણ આ સહાય મેળવવાપાત્ર છે.

આથી નવસારી જિલ્લાના જેટલાં સ્થળોએ યુવાનો દ્વારા રેલી કાઢી સંસ્કૃતિ જાળવવાનો અને જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તેવા ખેરગામ, ચીખલી, વાંસદા, બીલીમોરા નવસારીના સામાજિક સંગઠનોને પણ પ્રાયોજના વહીવટદારની ગ્રાન્ટમાંથી સહાય મળવી જોઈએ હવે થી દર વર્ષે 9 મી ઓગસ્ટની ફરજીયાત રજા જાહેર કરવામાં આવે અને આદિવાસીઓને વનવાસી/વનબંધુ જેવા નામોથી બોલાવવાનું બંધ કરવામાં આવે અને એના માટે સરકારી શ્વેતપત્ર બહાર પાડવામાં આવે એવી પણ અમારી માંગ છે.