ખેરગામ: આજરોજ દીને ખેરગામ તાલુકાના પાટી ગામે ગામના સરપંચ અને એમના સાથીઓ દ્વારા એક 74 વર્ષના વડીલને ઢોર માર મારતા વાંસદા ચીખલીના ધારાસભ્યશ્રી અનંત પટેલ દ્વારા પાટી ગામની મુલાકાત લીધી અને ગામ લોકો એ ધારાસભ્ય શ્રી સમક્ષ ન્યાયની માગણી કરી હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ ઘટનાને લઈને આવા માથાભારે ઇસમ ને શિક્ષાત્મક પગલાં લેવાવા જોઈએ.ત્યારે વાંચતા ચીખલીના ધારાસભ્યશ્રી આનંદ પટેલ દ્વારા ખેરગામ પી.આઇ ફોન કરતા એમણે કીધું કે આજે મામલતદાર માં રજૂ કરીએ છે એમને પરંતુ ધારાસભ્ય શ્રી એમને જણાવ્યું કે એમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરો ત્યારબાદ ગામ લોકો સાથે ચર્ચા કરતા જણાવ્યું કે આજે મામલતદારમાં એમને જામીન આપી દેવામાં આવશે તો આવનાર દિવસમાં ગામ લોકો અને આગેવાનો સાથે ખેરગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવશેની ચીમકી આપી છે.

આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રમુખ શ્રી સસીનભાઈ, યુથ પ્રમુખશ્રી પુરવભાઈ, બહેજ ગામના માજી સરપંચશ્રી ધર્મેશભાઈ, વડપાડા ગામના માજી સરપંચશ્રી અને ખેરગામ તાલુકાના પંચાયતના માજી પ્રમુખશ્રી વિજયભાઈ અને મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા