નવસારી: વાંસદા તાલુકાના ભીનાર ગામના ડુંગરી ફળિયામાં મળસ્કે દીપડો લટાર મારતા નજરે પડતા આ વિસ્તારના લોકો ઘરેથી બહાર નીકળવા માટે ડરી રહ્યાં છે. વાંસદા તાલુકાના ભીનાર ગામના ડુંગરી ફળિયામાં ગતરોજ મળસ્કે દીપડાને લટાર મારતા જોતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ દીપડો છેલ્લા ઘણાં દિવસથી આજ વિસ્તારમાં અવારનવાર લટાર મારતા એક કાર ચાલકે નજરે જોયો હતો અને મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. જેને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. લોકો ઘરમાંથી નીકળતાં પણ ગભરાઇ રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ખેડૂતો ખેતીકામ માટે ખેતરમાં જતા પણ ડર અનુભવી રહ્યાં છે. વાંસદા વન વિભાગ અધિકારીઓ આ વિસ્તારમાં પાંજરું મુકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવી જોઈએ એવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here