વાંસદા: વાંસદા તાલુકામાં છેલ્લા ઘણાં સમયથી પડી રહેલા વરસાદને લઈ રસ્તાઓ પર ખાડાઓ પડી જતા માર્ગ મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે વિવિધ ગામોમાં ડામર અને કોક્રિટના પેચ વર્કની કામગીરી શરૂ કરતા રસ્તાઓ પર પડેલા ખાડાઓ દૂર થતા લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.
વાંસદા તાલુકામાં છેલ્લા ઘણાં સમયથી પડી રહેલા ધોધમાર વરસાદના પગલે ચોમેર પાણી પાણી થઈ જઈ નદી-નાળા છલકાતા ગામોમાં રસ્તાઓ પરથી પાણી વહેતા થતા અને સતત વાહનનોની અવર જવરને લઈ ખાડાઓ પડી ગયા હતા.જેથી માર્ગ મકાન પંચાયત પેટા વિભાગના નાયબ એન્જિનિયર ગૌરાંગ પટેલે હરકતમાં આવી તાત્કાલિક યુદ્ધના ધોરણે કુરેલીયા બારતાડ રોડ, ઉનાઈ-બારતાડ રોડ, મહુવાસ- સરા રોડ કોંક્રિટ પેચ વર્કની કામગીરી શરૂ.
આ ઉપરાંત મોટીવાલઝર ઉપસળ, વણારસી રોડ સહિત તાલુકાના અન્ય રસ્તાઓ પર ડામર તથા કોંક્રિટ પેચ વર્કની કામગીરી ઝડપી શરૂ કરતા વાંસદા તાલુકાના લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.વાંસદાના ઇતિહાસમાં પહેલીવાર એટલી ઝડપી અને સારી કામગીરી થઈ રહી છે. આ બાબતે ઉનાઈ વાંસદા નેશનલ હાઈવેના અધિકારીઓએ માર્ગ મકાન પંચાયત પેટા વિભાગના કર્મચારીઓ પાસેથી પ્રેરણા લેવાની જરૂરિયાત છે.

